ચીની જ્યોતિષશાસ્ત્ર

પરિચય

ચીની જ્યોતિષશાસ્ત્ર ચીની તત્વજ્ઞાન સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવે છે અને સ્વર્ગ, પૃથ્વી તેમ જ જળ ત્રણ વચ્ચેના સુમેળ પર આધારિત છે. આ પ્રાચીન શાસ્ત્ર ૧૨ વર્ષના ગાણિતિક ચક્ર પર આધારિત છે જેમાં દરેક વર્ષ એક પ્રાણીના ચિહ્નનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાણીઓના આ ૧૨ ચિહ્નો ચીની જ્યોતિષશાસ્ત્રનો મૂળ આધાર છે. આ પ્રાણી ચિહ્નોમાં મૂષક, બળદ, વાઘ, સસલું, ડ્રેગન, સાપ, અશ્વ, ઘેંટું, વાનર, કૂકડો, શ્વાન અને ડુક્કરનો સમાવેશ થાય છે. આ દરેક પ્રાણીઓને કેટલાક વર્ષ ફાળવેલા હોય છે, આથી દરેક વ્યક્તિના જન્મના વર્ષના આધારે તેમની ચીની રાશિ નક્કી થાય છે. આ વર્ષ ઉપરાંત, મહિનો, દિવસ અને કલાક જેવા સમયના અન્ય ઘટકો પણ આ ૧૨ પ્રાણી ચિહ્નો માટે નક્કી કરેલા છે. અગાઉ દર્શાવેલા પાસાઓ ઉપરાંત, યીન-યાંગની બેલેન્સ પધ્ધતિ, વુ સિંગની ફિલૉસૉફી, અને પાંચ તત્વ એટલે કે ધાતુ, કાષ્ઠ, અગ્નિ, પૃથ્વી અને વાયુ પણ આ શાખાના ખૂબ જ મહત્વના ભાગ છે. ચીની જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ તમામ બાબતો કોઈપણ વ્યક્તિના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ જાણવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે, અને તેનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત લાક્ષણિકતાઓ તેમ જ ભાવિ અંગે જોરદાર અને સચોટ ફળકથન કરી શકાય છે.

આપની ચીની રાશિ જાણો

તમામ ચીની રાશિઓ

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ