મેષ વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2016)

આ વર્ષ આપના માટે લાભદાયી રહે, પરંતુ વર્ષ દરમિયાન ક્યારેક ક્યારેક મંદીના કારણે આર્થિક બાબતોમાં આપનો હાથ તંગ રહેશે. વર્ષના આરંભથી જ મન સટ્ટાકીય પ્રવૃત્તિઓ તરફ વળતું જણાય. લાલચ પર કાબુ રાખી ધીરજપૂર્વક આગળ વધવાનું છે. ફેબ્રુઆરી અને જૂન મહિના દરમિયાન ઘણીજ કાળજી રાખવી પડશે. ખોટી જગ્યાએ રોકાણ ન થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું. પિતા તરફથી સારો લાભ મળે. વ્યવસાય અર્થે મુસાફરી કરવી પડે અને તેના કારણે ખર્ચ પણ સારો એવો થાય. ધાર્યા કરતા ખર્ચનું પ્રમાણ વધી જાય. ધાર્મિક જગ્યાએ દાન કરવાનું મન થાય. ખર્ચેલા નાણાંનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તેમજ પૈસા ખોટી વ્યક્તિના હાથમાં ન જાય તેનું ધ્યાન રાખવું. આપના મિત્રો આપને ધંધાકીય તેમજ નાણાકીય રીતે ઉપયોગી બને. પરંતુ તેમના પર આંધળો વિશ્વાસ મુકવો હિતાવહ નથી. ૨૦-૩-૨૦૧૬ થી ૧૮-૮-૨૦૧૬ દરમિયાન મિત્રો સાથે આર્થિક વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી ટાળજો તેમજ તેમને નાણાં ઉધાર આપવાનું પણ માંડી વાળજો અન્યથા નાણાં ખોટા થવાની કે વિશ્વાસઘાત થવાની સંભાવના રહેશે. તેમજ કોઈપણ રીતે આર્થિક ફટકો ન પડે તેનું પણ આ સમયમાં ધ્યાન રાખવું. ઑગસ્ટ પછી આપની સ્થિતિમાં સુધારો જણાશે. આર્થિક જોગવાઈ કે લોન મેળવવા માટેના પ્રયાસો હવે સફળ નિવડશે. અણધાર્યા લાભ થવાના યોગ છે. સ્થાવર જંગમ મિલકત ક્ષેત્રે મોટો અવકાશ મળે તેવી શક્યતા જાણતી નથી. જાન્યુઆરી તેમજ સપ્ટેમ્બર મહિનામાં સાહસ કરવામાં આપ પાછીપાની કરશો.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 04-12-2016 – 10-12-2016

મેષ માસિક ફળકથન – Dec 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ