મેષ વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2016)

આ વર્ષે આપનાં જીવનjમાં કોઈ ખાસ પાત્રનો પ્રવેશ થવાના પુરેપુરા યોગો છે. પ્રેમની ચાહના પુરી થતી જણાય. પરંતુ આ બાબતમાં વર્ષની શરૂઆતમાં થોડું સાવચેત રહેવું. ફેબ્રુઆરી તેમજ જૂન મહિનામાં કોઈ વિજાતીય પાત્ર દ્વારા આપની સાથે છેતરપિંડી થવાની શક્યતા નકારી શકાય નહીં. કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે સંબંધોમાં આગળ વધતી વખતે ફુંકી ફુંકીને ડગલાં ભરજો. અવિવાહિત વ્યક્તિઓએ આખા વર્ષ દરમિયાન સાવચેત રહેવું પડશે અન્યથા ખોટું પાત્ર મળી જવાના કારણે આગળ જતા પસ્તાવું પડે. તમારા ઉતાવળિયા સ્વભાવ ઉપર ખાસ નિયંત્રણ રાખવું અને કોઈપણ મહત્વનો નિર્ણય ધીરજપૂર્વક લેવો. એપ્રિલ મહિનો તેમજ ૨૧ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર સુધીનો સમય સારામાં સારો જણાય છે. આ સમય દરમિયાન યોગ્ય નિર્ણય લઇ આગળ વધી શકો છો. પરણિત જાતકો માટે વર્ષ ઘણું જ શુભ રહેશે. દાંપત્યજીવનમાં જુના મતભેદો કે ખટરાગ ચાલતા હશે તો આપ શાંતિથી બેસીને સ્પષ્ટ ચર્ચા દ્વારા તમામ ગેરસમજો દૂર કરી શકશો જેથી આપની વચ્ચે પ્રેમની લાગણી વધુ મજબૂત બનશે. પારસ્પરિક વિશ્વાસ પણ વધશે. જીવનસાથી જોડે ફરવા જવાના યોગ બને.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 25-09-2016 – 01-10-2016

મેષ માસિક ફળકથન – Sep 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ