મેષ વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2016)

સ્વાસ્થ્ય મામલે આપે વર્ષારંભે કાળજી રાખવી પડશે. ફેબ્રુઆરી પછીનો સમય સારું આરોગ્ય આપનાર રહેશે. મે તથા જૂન મહિનામાં ખાવા પીવામાં સાવચેતી રાખવી અન્યથા પેટની તકલીફ થાય. નાની મોટી ધાર્મિક યાત્રાઓ તથા પ્રોફેશનલ કામકાજ અર્થે મુસાફરી કરવાના યોગ બને. વિદેશ પ્રવાસ કરવા માંગતા જાતકોને આ વર્ષે ઈચ્છાપૂર્ણ થાય. વિઝા બાબતે કાર્યવાહી અટકી પડી હોય તો હાલમાં સરળતાથી ઉકેલાશે. પરંતુ આ તમામ પ્રક્રિયાઓમાં અણધાર્યો ખર્ચ ન થાય તે માટે આપે હંમેશા સતર્ક રહેવું પડશે. યાત્રા મુસાફરી દરમિયાન ખાવા પીવાની અનિયમિતતાથી સ્વાસ્થ્યને અસર પડી શકે છે.
#

Trending (Must Read)

‘ધનતેરસ’ના પવિત્ર દિવસે રાશિ અનુસાર પૂજા -અર્ચના કરી જીવનમાં અપાર સમૃદ્ધિ મેળવો

હિન્દુ પંચાંગ અનુસાર આસો વદ તેરસ એટલે કે ધન તેરસનો તહેવાર ઉજવવામાં આવે છે જે ખાસ કરીને જીવનમાં સમૃદ્ધિ પામવા અને લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે વિશેષતઃ ઉજવાય છે. આ દિવસે મંદિરો, ઘરો, ઓફિસો, દુકાનો અને કાર્યસ્થળોએ લક્ષ્મીજીની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. દિવાળીનું પર્વ આમ તો વાઘ બારસથી શરૂ થાય છે પરંતુ મુખ્ય પાંચ પર્વો ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજ ગણતા હોવાથી દિવાળીના તહેવારોનો પ્રારંભ પણ આ દિવસથી જ થાય છે. આયુર્વેદના પ્રણેતા ભગવાન ધનવંતરીની આ દિવસે વિશેષ પૂજા કરવાામં આવે છે.

મેષ સાપ્તાહિક ફળકથન – 23-10-2016 – 29-10-2016

મેષ માસિક ફળકથન – Oct 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ