મેષ વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2016)

વ્યવસાયિકો માટે આ વર્ષ લાભદાયી નીવડે. મૂડીરોકાણ કરતા પહેલા પૂર્વાયોજન કરવું અન્યથા હાથમાં રહેલી મુડી કદાચ ખુટી પડશે અને તેના કારણે અધવચ્ચે આપ અટવાઈ શકો છો. શેર-સટ્ટામાં કામકાજ કરતા જાતકોએ પુરા વર્ષ દરમિયાન સાવચેતી રાખવી પડશે અન્યથા લાખના બાર હજાર થવામાં જરાય વાર નહીં લાગે. આયાત નિકાસ તથા વિદેશમાં વ્યવસાયિક રીતે સંકળાયેલા જાતકો માટે આ વર્ષ ખુબજ લાભદાયી રહે. ઉત્પાદન ક્ષેત્ર વાળા જાતકો માટે પણ ધંધામાં સફળતાના અણસાર દેખાય છે. આપ નવી પ્રોડક્ટ લોન્ચ કરો અથવા નવી એજન્સી લઈને વિસ્તરણ કરો તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. દલાલી અને કમિશનવાળા કામકાજમાં જોડાયેલા લોકો માટે જૂન પછીનો સમય વધુ લાભદાયી રહે. કલાક્ષેત્ર માટે પણ આ વર્ષ શુભ છે. સરકાર સાથે કોઈ બિઝનેસ હોય તેઓને ઑગસ્ટથી સમય વધુ સારી પ્રગતી થાય. વ્યસાયિક ક્ષેત્રમાં આપને જુલાઈ પછી માન-સન્માન અને યશ-કીર્તિ વધુ મળે. નોકરિયાત વર્ગ માટે સમય રાહત વાળો અને પ્રગતિશીલ જણાય છે. નોકરીમાં આવેલી અડચણો તેમજ ગૂંચવાડા ફેબ્રુઆરી પછી દૂર થાય. પગારમાં વધારો થવાની પુરી સંભાવના છે. ઈચ્છિત સ્થળે અથવા ઈચ્છિત ડિપાર્ટમેન્ટમાં બદલીના યોગ પણ પ્રબળ છે. ૧૫ મે થી ૧૬ જૂન ઉપરી અધિકારી સાથે કોઈપણ મુદ્દે મતભેદની શક્યતા હોવાથી આ સમયમાં સંભાળવું.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 04-12-2016 – 10-12-2016

મેષ માસિક ફળકથન – Dec 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ