મેષ વાર્ષિક ફળકથન

આ વર્ષ (2016)

મેષ રાશિ વાળા જાતકો માટે આ વર્ષ સારું આરોગ્ય પ્રદાન કરનારું અને ભાગ્યોદય સર્જનારું બની રહે. શનિ વૃશ્ચિક રાશિમાં આખા વર્ષ દરમિયાન ભ્રમણ કરશે. આર્થિક બાબતોમાં સુસંચાલન કરવું આવશ્યક બનશે. સારી આવક હોવા છતા કદાચ અવારનવાર મંદીનો અનુભવ થાય. રાહુ ૩૦ જાન્યુઆરીથી સિંહ રાશિમાં ગુરુ સાથે યુતિમાં આવશે. જેથી ભાગ્યનો સાથ કદાચ થોડો ઓછો મળે અને નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી પડે. ગુરુ ઑગસ્ટમાં કન્યા રાશિમાં પ્રવેશ કરશે જેથી નોકરિયાતવર્ગને પ્રગતિ થાય અને ધંધામાં વિસ્તાર વધારવાની કામનાઓ પૂર્ણ થાય. મેષ રાશિના જાતકોને આ વર્ષ ઘણી તકો સર્જનારું બની રહેશે. આરોગ્ય એકંદરે વર્ષ દરમિયાન સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સિદ્ધિ અપાવનાર સાબિત થશે. વિદેશને અનુલક્ષીને કામકાજો અટકેલા હોય તે પાર પડતા જણાય. ગુરુ ૧૧ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ કન્યામાં પ્રવેશ કરે છે. આ સમય પછી કોર્ટ કચેરી, વિદેશ સંબંધિત તથા ઉઘરાણીનાં કામમાં સફળતા મળતી જણાય. નોકરીયાતવર્ગ માટે આ વર્ષ ખુબજ સફળતા અપાવનારું સાબિત થાય. બઢતીનો અવસર આવવાની પુરી સંભાવના રહેલી છે. પોતાનાં ક્ષેત્રમાં ખુબજ આગળ વધી શકવાના યોગ બને છે. વ્યવસાયિકોએ આ વર્ષે પોતાની લાલચ પર કાબુ રાખવો પડશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ તરફ આપનું મન ખેંચાઈ શકે છે શક્ય હોય ત્યાં સુધી આવા કામકાજોમાં વધુ પડતું સાહસ કરવાનું ટાળજો. પિતા તરફથી ઘણું સુખ મળી રહે તથા લાભ મળવાની સંભાવના રહેલી છે.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

મેષ માસિક ફળકથન – Dec 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ