મેષ સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (21-05-2017 – 27-05-2017)

આ સપ્તાહ દરમિયાન પંચમેશ સૂર્ય વૃષભ રાશિમાં તા.21થી 25 સુધી કૃતિકા નક્ષત્રમાં તથા તા.26, 27 રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરે છે. લગ્નેશ તથા અષ્ટમેશ મંગળ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. આ સમયમાં તમે વિદ્વાનો કે વગદારો સાથે સંબંધો વિકસાવીને અથવા વડીલો તરફથી કોઈપણ પ્રકારે આર્થિક લાભ મેળવવામાં સફળ રહેશો. તમારામાં શક્તિ અને ઉત્સાહનું સ્તર જળવાઈ રહેશે. સ્નાયુઓ સંબંધિત સમસ્યા હશે તો હાલમાં હળવી થઈ શકે છે. તૃતિયેશ તથા છષ્ઠેશ બુધ મેષ રાશિમાં તા.21થી 23 અશ્વિની નક્ષત્રમાં તથા તા.24થી 27 ભરણી નક્ષત્રમાં ભ્રમણ કરે છે. પ્રોફેશનલ મોરચે અત્યાર સુધી અટકેલા કાર્યો પાર પડે અને ધીમી પરંતુ મક્કમ ગતિએ તમે આગળ વધશો. ભાગ્યેશ તથા વ્યયેશ ગુરૂ છઠ્ઠે કન્યા રાશિમાં હસ્ત નક્ષત્રમાં વક્રી ભ્રમણ કરે છે. ધાર્મિક યાત્રા કે ચેરીટી કાર્યોમાં ખર્ચની સંભાવના વધુ રહેશે. ભાગ્ય કોઈક તબક્કે સાથ ન આપતું હોય તેવો મનોમન વસવસો રહેશે. ધનેશ તથા સપ્તમેશ શુક્ર બારમે મીન રાશિમાં રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જે પારિવારિક સંબંધો, અંગત સંબંધો, આર્થિક બાબતો, દાંપત્યજીવન તથા ધંધાકીય સંબંધોમાં શુભપરિણામો આપે. તમે વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષિત થશો. હાલમાં મોજ મસ્તી અને વૈભવી જીવનશૈલી તરફ તમે વધુ ઝુકેલા રહેશો. કર્મેશ તથા લાભેશ શનિ નવમે ભાગ્યસ્થાનમાં ધન રાશિમાં મૂળ નક્ષત્રમાં વક્રી ભ્રમણ કરે છે. જાહેરજીવનમાં તમે જે કામ કરો તે પ્રમાણમાં યશ ઓછો મળે. કેટલીક બાબતોમાં તમારી સામે સવાલ ઉઠે તેવી શક્યતા પણ રહેશે. છતાં પણ પોતાની ધગશના કારણે તમે ધીમી પરંતુ મક્કમ ગતિથી આગળ વધશો. પ્રણયજીવનમાં સંબંધો તુટવા અને નવા સંબંધો બનવાની પ્રક્રિયા એટલી ઝડપથી થશે કે તમે પરિસ્થિતને પારખી નહીં શકો. આ સપ્તાહ જોતા તા.21 શુભ, તા.22, 23 અશુભ, તા.24, 25 મધ્યમ તથા તા.26,27 શુભ ફળદાયી નિવડે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – May 2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ