મેષ જાતકોનો સ્વભાવ

મેષ જાતકોનો સ્વભાવ

મેષ જાતકો સામાન્ય રીતે તેમના હઠીલા સ્વભાવથી ઓળખાતા હોય છે.
મેષ જાતકોમાં નેતાગીરીના ગુણો મુખ્ય હોય છે. કોઈ પણ બાબતની પહેલ કરવામાં તેઓ તૈયાર હોય છે. જે તેમની હિંમત દર્શાવે છે. ઉત્તેજનાભર્યું કામ કરવાની ઇચ્છામાં આપ નવા ક્ષેત્ર તરફ ધકેલાશો.. આપના આત્મવિશ્વાસને કારણે આપની નેતાગીરીમાં વિશ્વાસ મૂકી લોકો આપને અનુસરશે.. આપને જે જરૂરી લાગે તે તમામ બાબતો માટે આપ લડવા તૈયાર થઇ જશો..અને તે એટલા માટે નહીં કે મેષ જાતકો બહાદુર હોય છે. પરંતુ આપ ભયનો સામનો કરીને તેને મ્હાત આપવા દ્રઢ હોવ છો. ઉતાવળા અને અવિચારી સ્વભાવને કારણે મુશ્કેલીઓ આવતી રહે છે. આવા સ્વભાવને કારણે જ આપ પૂરતી જાણકારી મેળવતા નથી અને અવિચારી પગલાંને કારણે વધારે તકલીફમાં મુકાઓ છો.. કોઇપણ કામના આરંભે શૂરા પરંતુ હાથમાં લીધેલું કામ પૂરૂં કર્યા પહેલા જ આપ બીજું કામ શરૂ કરીને તેના પર કામ કરવાનું શરૂ કરી દો છો. આપ આપે લીધેલાં પગલાંનું શું પરિણામ આવશે તે વિષે વિચારવા રહેતા નથી.
ગ્રહ સ્વામીઃ મંગળ
મંગળ યુદ્ધનો દેવતા છે, તે લડાઇનો સૂચક હોવાની સાથે ગમે ત્યાં જવાનું અને પહોંચવાનું પણ સૂચન કરે છે.આગેકૂચ જારી રાખવા માટે આપણા માર્ગમાં અવરોધ ઊભો કરનારા લોકો સામે આપણે ચોક્કસ લડત આપવી જોઇએ. મંગળ આપણા શરીરમાં પેડલ જેવું કામ કરે છે. તે આપણને જીવનમાં પ્રગતિનો માર્ગ સૂચવે છે. આપણે આપણી સામાન્ય શક્તિનો ઉપયોગ ક્યાં કરવો તેનો માર્ગ મંગળ સૂચવે છે.
પ્રથમ સ્થાનઃ પોતાની જાત
પહેલું સ્થાન દુનિયા સામે આપણા શારીરિક દેખાવનું સૂચન કરે છે. આપણે કોણ છીએ તે મહત્વનું નથી પણ આપણે કોઇપણ પરિસ્થિતિને કેવી રીતે સંભાળીએ છીએ અને કેવી રીતે પરિણામ લાવીએ છીએ તેમ જ બીજા લોકો આપણને કેવી રીતે સમજે છે તે મહત્વનું છે. તે ફક્ત આપણું બાળપણ નહીં પણ આપણી દરેક પ્રવૃત્તિ તેમ જ કોઇપણ નવા સંબંધની શરૂઆતને પણ સૂચિત કરે છે.
મેષ રાશિનું તત્વઃ અગ્નિ
અગ્નિ ગરમી અને પ્રકાશ પૂરા પાડે છે. એક મીણબત્તી સમગ્ર ખંડમાં પ્રકાશ પાથરે છે અને જો તેના પ્રકાશમાં દસ લોકો વાંચતા હોય તો પણ તે વધુ પ્રમાણમાં કે ઝડપથી બળતી નથી. અગ્નિ ક્યારે ય આગળનું પગલું વિચારતો નથી.. અગ્નિ વિચાર્યા વગર ઇંધણ હોય ત્યાં સુધી બળે છે. આ કારણે અગ્નિ તત્વવાળી રાશિઓ તેમની અંતઃસ્ફુરણા અને પ્રતિકુળતાઓ સામે ઝઝુમવાની તાકાત ધરાવે છે.
મેષ જાતકોની શક્તિઃ
આપ દ્રઢ પણે માનો છો કે ભય પર વિજય મેળવવા હિંમત જરૂરી છે, અને તે આપની પૉઝિટીવ બાબત છે. ભય પર વિજય મેળવવાની ક્ષમતા તે આપની સૌથી મોટી શક્તિ છે.
મેષ જાતકોની નબળાઇઃ
આપની નબળાઇ એ છે કે આપ જે કામની શરૂઆત કરો તે પૂરૂં કરી શકતા નથી.

મેષ સાપ્તાહિક ફળકથન – 22-01-2017 – 28-01-2017

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર