મેષ – તુલા સુસંગતતા

મેષ અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને તુલા રાશિ વચ્ચેનો સંબંધ સખત લાગણીઓના આકર્ષણ પર આધારિત છે. મેષ જાતક નિર્ણય લેતા પહેલાં પરિણામ વિશે વિચારતા નથી જ્યારે તુલા જાતકો કોઇપણ નિર્ણય લેતા પહેલા તેના સારા-નરસા પાસા વિશે વિચારી લેતા હોય છે. તુલા જાતકો બીજાના મંતવ્યોને આદર આપે છે જ્યારે મેષ જાતકો પોતાના મંતવ્યને જ વળગી રહે છે. જો આ મુખ્ય તફાવતને અવગણવામાં આવે તો તેમના પ્રેમ સંબંધમાં સુમેળ જાળવાઈ રહે છે.

મેષ રાશિના પુરુષ અને તુલા રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
આ પ્રેમ સંબંધમાં એવા બે લોકોનો સમાવેશ થાય છે જે બહિર્મુખી છે અને તેમને ઘણી વાતચીત કરવી ગમતી હોય છે. તેમને બૌદ્ધિક ઉત્તેજના ગમતી હોય છે. પણ, બધુ ધાર્યા પ્રમાણે નથી હોતું. જ્યોતિષશાસ્ત્ર આ સંબંધ લાંબો સમય ચાલે તેમ માનતું નથી. મેષ રાશિના પુરુષને લડવાનું ગમતું હોય છે જ્યારે તુલા રાશિની સ્ત્રી હંમેશા શાંત રહે છે. પુરુષ સ્ત્રીના અનિર્ણાયક વલણને કારણે મિજાજ ગુમાવી શકે છે, અને પુરુષનો આક્રમક સ્વભાવ સ્ત્રીને ખલેલ પહોંચાડી શકે છે. આ સમસ્યાનો ઉકેલ ફક્ત એક શબ્દમાં છે અને તે છે ‘સમાધાન’ – બંને તરફથી સમાધાન થતું રહે તો જ તેઓ ટકી શકે છે.

મેષ રાશિની સ્ત્રી અને તુલા રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
તુલા રાશિના પુરુષનું મગજ હંમેશા બદલાતું રહે છે, અને તેઓ નવી સંભાવનાઓ વિશે વિચારતા રહે છે, જ્યારે મેષ રાશિની સ્ત્રી આવેશાત્મક હોય છે અને પુરુષ દ્વારા ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિને પહોંચી વળવાનું તેને મુશ્કેલ લાગે છે. આ મનમેળનું હકારાત્મક પાસુ એ છે કે તુલા જાતક પોતાની સાથીના આવેગી સ્વભાવને સાચવવાનો સુરક્ષાત્મક સ્વભાવ ધરાવે છે. બીજી તરફ, મેષ રાશિની સ્ત્રી પણ હંમેશા બદલતા રહેતા પુરુષનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પહેલા દિવસે શરૂઆતના સમયને બાદ કરતા વ્યવસાયિક મોરચે એકંદરે સારું સપ્તાહ જણાઈ રહ્યું છે. આપના કામકાજમાં ઘણો વધારો થતા આપની કમાણી પણ દેખીતી રીતે સારી રહેશે અથવા હાલમાં કરેલા કામનું ભવિષ્યમાં સારું વળતર મળશે. જોકે તારીખ 17મી પછી…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને પહેલા દિવસે પ્રેમસંબંધોમાં આંશિક તકલીફ થઈ શકે છે કારણ કે તમારા પંચમ સ્થાનમાં રાહુ ઉપરાંત ચંદ્રની સ્થિતિ પણ ઠીક નથી. આ સમયમાં જીવનસાથી અંગે પણ ચિંતા રહેશે. કામકાજના સ્થળે પહેલા દિવસે ઉપરીઓ સાથે સંબંધોમાં…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પહેલા દિવસે બપોર સુધી આપને કોઈને કોઈ ખર્ચની સંભાવના વધુ છે જેમાં ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ રહેશે. કમાણી માટે તારીખ 18ના મધ્યથી 20ના મધ્યાહન સુધીનો સમય સૌથી અનુકૂળ જણાઈ રહ્યો છે. શરૂઆતના બે દિવસમાં નોકરિયાતો…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને હાલમાં અભ્યાસમાં ધ્યાન આપવું પડશે જેમાં ખાસ કરીને પહેલો દિવસ સાચવી લેવા જેવો છે. જેઓ ટેકનિકલ વિષયોમાં અભ્યાસ કરે છે તેમના માટે સપ્તાહનો છેલ્લો દિવસ ઘણો સફળતા અપાવનારો રહેશે. જોકે સામાન્ય અભ્યાસમાં આપને…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

હાલમાં તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે કારણ કે આપના રોગ સ્થાન અને અષ્ટમ સ્થાનમાં જ ઘણા ગ્રહો છે. ખાસ કરીને શરૂઆતના ચરણમાં તમારે બ્લડપ્રેશર, જીભ કે દાંતની સમસ્યા, ખભામાં સ્નાયુઓમાં દુખાવો, અનિદ્રા વગેરેની સમસ્યા હોય તો…

નિયતસમયનું ફળકથન