મેષ – સિંહ સુસંગતતા

મેષ અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

સિંહ રાશિની વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ ઉદાર અને મેષ રાશિનો અભિગમ મુક્ત હોય છે. તે બંનેની કેટલીક પસંદ-નાપસંદ પણ સરખી હોય છે. તેઓ બંને મોજ-મસ્તી, રોમાન્સ અને ઉત્તેજના ઝંખતા હોય છે. સિંહ રાશિની વ્યક્તિ મેષ રાશિની સ્વતંત્રતાની જરૂરિયાતનો આદર કરે છે કારણ કે મેષ રાશિની વ્યક્તિ સિંહ રાશિની વ્યક્તિના જીવનમાં વધુ દખલ કરતી નથી. મેષની વ્યક્તિ સિંહ જાતકોના જાદુઇ આકર્ષણ અને વિચારોને ખુબજ પસંદ કરે છે. આ સુસંગતતામાં એક જ સમસ્યા છે જે અહં છે. જો તેઓ સમાધાન કરવાનું શીખી જાય તો ઘણો સારો સંબંધ બાંધી શકે છે.

મેષ રાશિના પુરુષ અને સિંહ રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના પુરુષ અને સિંહ રાશિની સ્ત્રી જાતકો વચ્ચેની સુસંગતતા ખુબજ ઉત્તમ હોય છે અને તેઓ એકબીજા સાથે પ્રસિદ્ધિ વહેંચે છે. પુરુષને સાહસ ગમે છે અને સ્ત્રી તેની સાથે જોડાઇને ખુશ રહે છે. પુરુષને જીવન વિશે ઘણું સંશોધન કરવું અને જાણવું ગમે છે જ્યારે સ્ત્રીને નવા ક્ષેત્રના નવા લોકો દ્વારા પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે. સિંહ રાશિની સ્ત્રી જ્યારે મેષ રાશિના પુરુષ સાથે જોડાય ત્યારે નાટક અને ઉત્તેજના તેની ચરમસીમા પર હોય છે. આ જ્યોતિષિય સંયોજન ઘણું પ્રભાવશાળી પુરવાર થાય છે. તેમની પાસે શુભેચ્છાઓની બિલકુલ કમી નથી હોતી.

મેષ રાશિની સ્ત્રી અને સિંહ રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ પ્રેમ સંબંધ એકદમ બરાબર છે. પુરુષનું બહિર્મુખી વ્યક્તિત્વ અને સ્ત્રીની નવી જગ્યાઓ શોધવાની અને ફરવાની ઇચ્છાનો સારો મેળ બેસે છે. આ સંબંધ લાંબા સમય સુધી ટકી શકે છે. સિંહ રાશિનો પુરુષ મેષ રાશિની સ્ત્રીની કુશાગ્ર બુદ્ધિ અને જુસ્સા પાછળ પાગલ થઇ જાય છે અને સ્ત્રી પુરુષના રોમેન્ટિક તેમજ ઉદાર સ્વભાવ પર કુરબાન થઇ જાય છે. પુરુષના ઘમંડને સાચવવાના સ્ત્રીના પ્રયત્નને કારણે આ સંબંધ લાંબો સમય ટકી શકશે. સામેપક્ષે પુરુષ જીવનપર્યત તેને પ્રેમ અને વિશ્વાસની ભેટ આપે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે હાલમાં તમારે થોડી સાવચેતી રાખવાની છે કારણ કે હરીફ અને વિરોધીઓ તેમજ નોકરિયાતોને હિતશત્રુઓના કારણે વધુ સંઘર્ષ કરવો પડે અથવા તેઓ તમારી પ્રતિષ્ઠા ખંડિત કરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે. છતાં પણ ધંધાર્થીઓની…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમે અનૈતિક સંબંધો તરફ વધુ વળશો. જાતીય ઈચ્છાઓમાં અચાનક વૃદ્ધિ થશે અને શાશ્વત પ્રેમના બદલે ભોગ વિલાસમાં ઓતપ્રોત રહેશો. શરૂઆતના એક દિવસને બાદ કરતા આખુ સપ્તાહ તમે વિજાતીય આકર્ષણ વધુ અનુભવશો. જેઓ પહેલાથી પ્રેમસંબંધોમાં…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારી આવક ઘણી મર્યાદિત હશે અને મનોરંજન તેમજ ભોગવિલાસમાં તમે બેફામ ખર્ચ કરશો જેની અસર સ્પષ્ટપણે તમારા બજેટ પર પડશે. સપ્તાહના પહેલા દિવસે તમે ધાર્મિક બાબકોમાં ખર્ચ કરો તેવી સંભાવના છે. વર્તમાન સમય કાયદાકીય અને સરકાર સંબંધિત…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને સપ્તાહના પહેલા દિવસે અભ્યાસમાં ખૂબ ઓછી રુચિ રહેશે. જેઓ ધાર્મિક અને ગૂઢ વિષયોમાં વાંચન કરે છે તેમના માટે આ દિવસ અનુકૂળ રહેશે. ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા જાતકોને તારીખ 20થી 22 સુધીનો સમય આશાસ્પદ છે પરંતુ ખાસ…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆત સ્વાસ્થ્યમાં આંશિક ફરિયાદો સાથે થશે. ખાસ કરીને ગુપ્ત ભાગોની સમસ્યા, ત્વચાની સમસ્યા, ગરમીજન્ય રોગો, બ્લડપ્રેશર, કરોડરજ્જૂમાં દુખાવો, પીઠના ભાગની સમસ્યા થવાની શક્યતા પ્રબળ છે. વીજકરંટ, આકસ્મિક ઈજા અને ખભાના…

નિયતસમયનું ફળકથન