મેષ નક્ષત્ર

મેષ નક્ષત્ર

અશ્વિની નક્ષત્રઃ

આ નક્ષત્રમાં દેવ અશ્વિનીકુમારો છે અને સ્વામી કેતુ છે આથી આ નક્ષત્રમાં જન્મેલા જાતકો ઉત્સાહી અને ઉમંગવાળા હોય છે. જેના કારણે તેઓ સર્જનાત્મક કાર્યો કરી શકે છે. આ નક્ષત્ર શરીર અને મનને પોષણ આપનાર છે. આથી આ રાશિમાં અને આ નક્ષત્રમાં જન્મેલા જાતકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. આ નક્ષત્રનો સ્વામી કેતુ છે આથી તેઓના કામ આકસ્મિક થાય છે અને આકસ્મિક તુટે છે. આ જાતકોમાં ક્રોધ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ આયુર્વેદમાં માનનારા હોય છે.

ભરણી નક્ષત્રઃ

આ નક્ષત્રનો દેવ યમરાજા છે અને સ્વામી શુક્ર છે. આથી આ રાશિની ખરાબ અસરો તરીકે ક્રોધ અને વધુ પડતી જાતીય સુખમાં રુચિ જોવા મળે છે. મોજશોખની, વિલાસની વૃત્તિ ધરાવે છે કારણ કે તેમના નક્ષત્રનો સ્વામી શુક્ર છે. સંબંધો કારક શુક્ર હોવાથી સંબંધો બગડતા નથી. મિત્રો વધુ જોવા મળે છે અથવા ઓછા મિત્રોમાં પણ ગાઢ મૈત્રી જોવા મળે છે. ચામડી પર ચમક જોવા મળે છે. કામવૃત્તિનું પ્રમાણ ઘટે તો ચહેરા પર તેજ ઝળકી ઉઠે છે.

કૃતિકા નક્ષત્રઃ

આ નક્ષત્રનો દેવ અગ્નિ છે અને સ્વામી સૂર્ય છે. સર્જનાત્મક તેમજ સંશોધનાત્મક વૃત્તિ વધુ જોવા મળે છે. આ જાતકોમાં પ્રસંશાની ભૂખ પણ વધારે હોય છે. તેઓ જતુ કરવાની (Let go)ની નીતિ પણ ધરાવે છે. તેમની જીદ ઘટે છે અને ભોળપણ વધે છે. તેમને યોગ કે ધ્યાનમાં મન લાગી જાય તો કામવૃત્તિ ઘટવાથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. તેમને કોઈ છંછેડે ત્યારે અતિશય ક્રોધથી ભભૂકી ઉઠે છે. તેઓ સત્તા પણ હાંસલ કરે છે.
 

મેષ સાપ્તાહિક ફળકથન – 19-03-2017 – 25-03-2017

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર