મેષ – કર્ક સુસંગતતા

મેષ અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષનો સિદ્ધાંત એવું કહે છે કે મેષ રાશિની વ્યક્તિ પરિવાર સાથે જેટલો લગાવ ધરાવે છે તેટલો કર્ક રાશિની વ્યક્તિ ધરાવતી નથી. મેષ રાશિની વ્યક્તિ પોતાનુ અસ્તિત્વ પોતાની રીતે માણવા માંગે છે જ્યારે કર્ક રાશિની વ્યક્તિ પરસ્પર અવલંબન અને નિકટતા ઇચ્છે છે. મેષ રાશિની વ્યક્તિ મંદ, ઉદાસીન અને સામાન્ય હોય છે જ્યારે કર્ક રાશિની વ્યક્તિ સંવેદનશીલ અને હૂંફ ઝંખનારી હોય છે. આ સંબંધની સુસંગતતાનો આધાર બંને વચ્ચેની સમજણ પણ રહેલો હોય છે. મેષ રાશિની વ્યક્તિ કર્કની વ્યક્તિને કેવી રીતે સ્વાવલંબી બનવું તે શીખવી શકે છે. બદલામાં મેષ રાશિની વ્યક્તિ કર્ક પાસેથી કરૂણાનો ગુણ શીખી શકે છે. મેષ-કર્ક પ્રેમ સંબંધમાં સમાધાનનું મહત્વ વધુ રહે છે. મેષ રાશિએ પોતાની મુક્ત વાણી પર અંકુશ રાખવાનું શીખવું પડે છે, નહીં તો સંવેદનશીલ કર્ક વ્યક્તિને તે પોતાની વાણી દ્વારા વારંવાર દુઃખી કરે. ઉપરાંત, કર્ક જાતકોએ વારંવાર બદલાતા મૂડને અંકુશમાં કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.

મેષ રાશિના પુરુષ અને કર્ક રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના પુરુષ સાથે જોડાયેલી કર્ક રાશિની સ્ત્રી તેની કાળજી લેવાનું ઇચ્છે છે. પરંતુ પુરુષ આટલી નિકટતામાં બંધન અને ગુંગળામણ અનુભવે છે. પુરુષ બીજી સ્ત્રીને જુએ કે તેના વખાણ કરે તેનાથી મહિલાને ઇર્ષા થાય છે. કર્ક સ્ત્રી જાતકને કોઇના પર આશ્રિત રહેવુ તેમજ જીવનપર્યત મિત્રતા ગમે છે જ્યારે પુરુષને નવી ઉત્તેજના અને પરિવર્તન ગમે છે. સ્ત્રીને ભાવનાત્મક આધાર મળતા તે પુરુષને જોઇતી સ્વતંત્રતા આપી દે તો આ સંબંધ સારી રીતે આગળ વધી શકે છે.

મેષ રાશિની સ્ત્રી અને કર્ક રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
આ સંબંધની સુસંગતતા પર સ્ત્રીના મોજ-મસ્તી ઝંખતા વલણ અને પુરુષના માલિકીભાવની ખરાબ અસર થઇ શકે છે. શારીરિક સુસંગતતા અને એકબીજા તરફ આકર્ષણ છતાં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ખુબજ સારો પ્રેમ સંબંધ કહી શકાય નહીં. મેષ રાશિના પુરુષો સૌથી વધુ પ્રામાણિક અને ભરોસાપાત્ર ગણાય છે છતાં કેટલીક સમસ્યાઓ ઉદભવે છે. બંને જીદ્દી અને કૃતનિશ્ચયી હોય છે અને આ વાત આ બંને વચ્ચેની સુસંગતતા માટે યોગ્ય નથી. થોડુ સમાધાન કરવામાં આવે તો સંબંધમાં સુમેળ જાળવી શકાય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે આ સપ્તાહ પ્રગતીપૂર્ણ રહેશે પરંતુ ખાસ કરીને નોકરિયાતોએ ઉપરીઓ કે વગદાર લોકો સાથે વ્યવહારમાં સંભાળવું પડશે. નોકરિયાતો તેમની તર્ક શક્તિ અને સર્જનાત્મકતાના જોરે ઘણા સારા હોદ્દા સુધી પહોંચી શકશે. તમને નવી જવાબદારી…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે ચંદ્ર સિવાય અન્ય ગ્રહોની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થતો માટે આપના વિજાતીય સંબંધોમાં મોટાપાયે ચડાવઉતાર નહીં જોવા મળે પરંતુ લગ્નોત્સુક જાતકો માટે તારીખ 6 અને 7 એકંદરે થોડી સાનુકૂળ રહેશે. મિલન-મુલાકાત માટે છેલ્લો દિવસ…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારા ધન સ્થાનનો માલિક શુક્ર હાલમાં કર્મસ્થાનમાં હોવાથી આર્થિક મોરચે ખાસ ચિંતાની જરૂર નથી. તમારા કર્મનું અપેક્ષિત ફળ મળી રહેશે. તારીખ 6 અને 7ના રોજ તમારી જન્મભૂમિથી દૂરના અંતરે તેમજ વિદેશના સંપર્કોથી વધુ સારો આર્થિક લાભ થઈ…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને હાલમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. વિજ્ઞાન અને રિસર્ચમાં સંકળાયેલા જાતકોને પણ હાલમાં એકાદ નિષ્ફળતાની શક્યતા જણાય છે. તારીખ 6 અને 7 વિદેશમાં અભ્યાસ અર્થે પ્રયાસ કરતા જાતકો માટે શુભ સંદેશો લઈને આવે તેવી…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યમાં ખાસતો મેદસ્વીતા, કરોડરજ્જૂમાં દુખાવો, માઈગ્રેન, આંખોમાં બળતરા, ડાયાબિટિસ સંબંધિત પીડા, લિવર કે કિડનીની સમસ્યા હોય તેમણે સારવારમાં કાળજી લેવી પડશે. તારીખ 8 અને 9ના રોજ વધુ સાવધાની રાખવી જરૂરી છે અન્યથા ઋતગત…

નિયતસમયનું ફળકથન