મેષ – કુંભ સુસંગતતા

મેષ અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને કુંભ રાશિ વચ્ચેનો સંબંધ ઉત્તેજના અને સાહસથી ભરપૂર તેમજ રસપ્રદ હોય છે. તેમને બંનેને મોજ-મજા અને સ્વતંત્રતા ગમતી હોવાથી તેઓ એકબીજાની કંપની માણી શકે છે. તેમના વ્યક્તિગત લક્ષણો એક સરખા હોવા છતાં કુંભ જાતકોને મેષ જાતકો કરતા વધારે મોકળાશ જોઇએ છીએ, અને આ કારણે તેમના વચ્ચે બોલાચાલી થઇ શકે છે. કુંભ જાતકો હંમેશા મેષ જાતકોની આત્મસ્ફૂર્ણાને ને ટેકો આપે છે અને બદલામાં મેષ જાતકો હંમેશા કુંભ જાતકોની સર્જનાત્મક તથા રચનાત્મક વિચારોના વખાણ કરે છે.

મેષ રાશિના પુરુષ અને કુંભ રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના પુરુષ સ્વભાવે ઘણાં રોમેન્ટિક હોય છે અને કુંભ રાશિની સ્ત્રીનો રસ જાળવી રાખે છે. આ રાશિના પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે શારીરિક સંબંધો ઘણી સારી રીતે માણી શકે છે. મિત્રો અને સંબંધીઓને મળવાનું બંનેને ગમે છે. પણ કેટલીક વાર મેષ જાતકોને એકાંત પસંદ હોય છે અને કોઇની દખલગીરી તેમને ગમતી નથી. આવા સમયે સ્ત્રીએ પુરુષનો ગુસ્સો કાબુમાં રાખવો જોઇએ અને ધીરજથી કામ લેવુ જોઇએ. કુંભ રાશિની સ્ત્રી મેષ રાશિના પુરુષના મૂળ સ્વભાવ અને સ્વયંસ્ફૂરિતાથી આકર્ષાય છે.

મેષ રાશિની સ્ત્રી અને કુંભ રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
મેષ રાશિની સ્ત્રી જલ્દી ગુસ્સે થઇ જાય છે અને તેને શાંત પડતા થોડો સમય લાગે છે. આમ તે ઘણી મોજ- મસ્તી કરનારી અને ઉર્જાથી ભરપૂર હોય છે. કુંભ રાશિનો પુરુષ તેના સાહસિક અને નવા બિનપરંપરાગત વર્તન દ્વારા સરળતાથી મેષ રાશિની સ્ત્રીને ખુશ કરી શકે છે. ઘણાં ગુણો હોવાથી કુંભ રાશિના પુરુષનું જીવન ઘણું ગતિશીલ હોય છે. તે હંમેશા સમય સાચવનારા અને કહ્યાગરા નથી હોતા. તેને પોતાની સ્વતંત્રતા વ્હાલી હોય છે અને સ્ત્રી પાર્ટનરને સ્વતંત્રતા આપવામાં માને છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

હાલમાં સ્થાનિક મિલકતમાં રોકાણ ન કરવામાં જ આપની ભલાઈ છે. શેરબજાર કે અટકળો આધારિત કાર્યોમાં આપની ગણતરી ઉંધી પડી શકે છે. સંતાનો તરફથી લાભની આશા ઓછી રાખજો. સપ્તાહની શરૂઆતમાં લોખંડ, મશીનરી, સ્થાવર મિલકતો વગેરેના કાર્યોમાં કોઈને કોઈ…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પ્રેમસંબંધોમાં ચડાવઉતાર રહેશે. શરૂઆતના દિવસોમાં ચંદ્ર અષ્મટ સ્થાનમાં શનિ સાથે યુતિમાં હોવાથી શરૂઆત ધીમી થશે. મીઠા ઝઘડાનો પ્રસંગ પણ બનશે જે આપની વચ્ચે આત્મીયતા વધારશે. જોકે હાલમાં રાહુ તમારા પંચમ સ્થાનમાં છે માટે નવા…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે ધીમી પરંતુ એકધારી ગતિએ તમારી પાસે નાણાં આવતા રહેશે. તમારી જન્મભૂમિથી દૂરના સ્થળે કામકાજ કરતા હશો અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી હશે તો કોઈપણ પ્રકારે લાભ થઈ શકે છે. જોકે તમારા લાભસ્થાનમાં શુક્ર સાથે કેતુ હોવાથી કદાચ…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીવર્ગને હાલમાં એકાગ્રતાનો અભાવ વર્તાશે. મિત્રો સાથે મનોરંજન, એડવેન્ચર ટૂર કે રમતગમતમાં આપ વધુ પડતો સમય આપીને અભ્યાસને જોખમમાં મુકશો. યાદશક્તિ અને એકાગ્રતા કેળવવા માટે નિયમિત સરસ્વતીની ઉપાસના કરવી. ઉત્તર દિશામાં મોં…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે સ્વાસ્થ્યમાં શરૂઆત થોડી નબળી રહેશે પરંતુ ઉત્તરોત્તર સુધારો થશે. જેમને જુના કે ગંભીર રોગ છે તેમને શરૂઆતમાં સારવારની અસર ઓછી દેખાશે. મોજશોખ માટે યાત્રા-પ્રવાસ પર આપ વધુ ધ્યાન આપશો. આપ માંગલિક કે ધાર્મિક કાર્યોમાં…

નિયતસમયનું ફળકથન